ઝાલાવાડ વિસ્તારમાં ડેરી ઉદ્યોગ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂત લોકો તેમજ પશુ પાલકો કઈ રીતે આગળ આવી શકે, તેમજ ગાય આધારીત ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી, આ સાથે ગૌશાળા બનાવી અને ગાય આધારિત વીવિધ પ્રોડક્ટ બનાવી શકાય અને પશુ પાલન આર્થિક સદ્ધર બની શકે, તથા ખેડૂત પણ પોતાના ખેતરમાં ગૌશાળા બનાવી ને ઓર્ગેનીક ખેતી તરફ વળી શકે, આ ઉપરાંત ખેડૂતો પોતાની આવક વધારી શકે ,અને ઉત્પાદન સારું મળે તે માટે શું કરી શકી અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી જેવી કે, મેક ઇન ઇન્ડિયા તેમજ સ્ટાર્ટ અપ યોજનાઓ નો લોકો લાભ લઈ ને ઝાલાવાડ ની અંદર કોઈ મોટા ઉધોગને શરૂ કરવા માટે ઉદ્યોગ પતિ તેમજ વેપારી સાથે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગર માં સુરસાગર ડેરી માં યોજવામાં આવી હતી.
જી.સી.સી.આઈ.દ્વારા સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રશ્નને લઇ ખાસ મીટીંગનું આયોજન - ETV BHARAT
સુરેન્દ્રનગર: ઝાલાવાડ વિસ્તારમાં ડેરી ઉદ્યોગ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂત લોકો તેમજ પશુ પાલકો કઈ રીતે આગળ આવી શકે તેવા અનેક પ્રશ્નને ઝાલાવાડની અંદર કોઈ મોટા ઉધોગને શરૂ કરવા માટે ઉદ્યોગપતિઓ તેમજ વેપારી સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં રાષ્ટ્રીય કામધેનુ ગો સેવા ના અધ્યક્ષ ડૉ. વલ્લભ ભાઈ કથરીયા ના અધ્યક્ષતામાં યોજવામાં આવી.હતી. જેમાં GCCI ના ચેરમેન રક્ષિત કોઠારી તેમજ સુરસાગર ડેરીના અધિકારી તેમજ જિલ્લાના ઉધોગ પતિ હાજર રહ્યા હતા. આ સાથે વલ્લભભાઈ એ ડેરી ની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ ના વેપારીઓ તેમજ કોટન મિલ ના માલીકો સાથે પણ આ વિસ્તારમાં કયા ઉધોગ આવી શકે તેમ છે. તે માટે ઝાલાવાડ ચેમ્બર ના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર માં નર્મદાના પાણી મળતા થયા છે, જેથી ખેડૂતો સારી આવક મેળવતા થયા છે. સાથે જિલ્લામાં સ્ટોન પાર્ક,ક્વોરી ઉદ્યોગ, પશુ પાલન, કપાસ, તેમજ ડેરી ઉદ્યોગ હાલમાં કાર્યરત છે. આવનારા દિવસોમાં એક સેમીનાર પણ GCCI દ્વારા કરવામાં આવશે.