વઢવાણ સુરસાગર ડેરીની ચુંટણીમાં ભાજપની 13 પૈકી 8 બેઠકો બિનહરીફ જાહેર કરી છે. જેથી હવે 5 બેઠક માટે ચુટણી જંગ જામશે. જેના માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. 10 તાલુકાની સામાન્ય ચૂંટણીમાં મહિલા અનામત 2 અનુસુચિત જાતિ એક મળી 5 સામાન્ય અને 2 મહિલા અનામત અને 1 અનુસુચિત જાતિ મળી કુલ 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
વઢવાણ સુરસાગર ડેરી ચુંટણીઃ ભાજપની 13 પૈકી 8 બેઠકો બિનહરીફ જાહેર - Surasagar Dairy
સુરેદ્રનગરઃ જિલ્લાના વઢવાણ સુરસાગર ડેરીમાં ચુંટણી યોજાનારી છે. જ્યા કુલ 13 પૈકી 8 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ છે.
સુરેદ્રનગરના વઢવાણ સુરસાગર ડેરીમાં ચુંટણી,13 પૈકી 8 બેઠકો ભાજપના ફાળે
સુરસાગર ડેરીમાં હવે ચુડા, ચોટીલા, વઢવાણ, સાયલા ધાંગધ્રા મળી કુલ 5 બેઠકો ઉપર 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચૂંટણી આગામી તારીખ 30 જુલાઈના રોજ થશે અને તેની મતગણતરી તારીખ 31 જુલાઇના રોજ હાથ ધરાયા બાદ કયા ઉમેદવારો વિજય તિલક કરે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.