ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રાંગધ્રા APMCમાં ચેરમેન અને વા. ચેરમેન બિનહરીફ ચૂંટાયા - dhrangadhra APMC Election Result

ધ્રાંગધ્રાઃ  APMCની ચૂંટણી ગત 24 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. જેમાં ભાજપની બોડી બિનહરીફ થઈ હતી. જેમા બુધવારના રોજ પહેલી ટમ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના ચેરમેન તરીકે મહેશભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે કનકસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બીન હરીફ ચુંટી આવ્યા

By

Published : Oct 9, 2019, 6:00 PM IST

ઉલ્લેખનીય છે કે ગત વર્ષની ટર્મમાં પણ મહેશભાઈ પટેલ ચેરમેન તરીકે રહી ચૂકેલ છે અને હાલમાં નવું APMC બનાવવાની કામગીરી પણ ચાલુ છે. ખેડૂતોને તેમને પાકના પુરા ભાવ મળે અને તેમને પોતાનો પાક વેચવા માટે બીજે દૂર ન જવું પડે, ખેડૂતોને ઘર આંગણે આ માર્કેટ યાર્ડનો લાભ મળે શહેર તેમજ આજુબાજુના ગામડામાં ખેતી ઉપર નભતા લોકોની સંખ્યા વધુ છે. સરકાર દ્વારા ખેડૂતો ને સારી સુવિધાઓ મળી રહે તે માટે કામ કરવા માટે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન અને તેમની ટીમના લોકો કાર્ય કરશે.

ધ્રાંગધ્રા APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બીન હરીફ ચુંટી આવ્યા

બુધવારના રોજ નવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દ્વારા પોતાની ઉમેદવારી કરી હતી અને સામે બીજા કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન કરતા બુધવારન રોજ ધ્રાંગધ્રા APMCમાં પણ ચેરમેન અને વાઇસ ચેરમેનમાં પણ બીજા કોઈએ દાવેદારી ન કરતા APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યાર્ડના નવા ચૂંટાયેલા ડિરેક્ટર તેમજ શહેર ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details