ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રાંગધ્રામાં આવેલા ફૂલેશ્વર મહાદેવનું 125 વર્ષ જૂના મંદિરનું માહાત્મય

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં ફૂલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે 125 વર્ષ કરતા પણ જૂનું અને પૌરાણીક છે. સાથે જ આ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે. મંદિરની અંદર શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શિવ ભકતો દર્શને આવે છે.

Surendranagar

By

Published : Aug 24, 2019, 10:02 AM IST

મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. જેમાં મહાકાલેશ્વરનો શણગાર, બરફનું શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગનો શણગાર કરવામાં આવે છે. શિવલિંગને દૂધ અને પાણીનો રુદ્રાભિષેક પણ ભકતો દ્વારા કરવામાં આવે છે.

ધ્રાંગધ્રામાં આવેલા ફૂલેશ્વર મહાદેવનું 125 વર્ષ જૂના મંદિરનું માહાત્મય

મંદિરની અંદર શિવ ભક્તો દ્વારા મહિમનના પાઠ, શિવ સ્તુતિ પણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. બ્રાહ્મણો દ્વારા મંદિરમાં શાંતિપાઠ, મહાદેવના જપ પણ કરવામાં આવે છે. મંદિર દ્વારા અમાસના દિવસે શહેરમાં નગર યાત્રા પણ નીકળે છે અને ત્યાર બાદ ભંડારો પણ રાખવામાં આવે છે. આમ આખા શ્રાવણ મહિનામાં શિવ ભકતો આ મંદિરે ઉમટે છે.

ABOUT THE AUTHOR

...view details