ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્ટરનેશનલ કાર રેસર ભરત દવેનું અવસાન

સુરેન્દ્રનગરના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે મોત થયું છે. ભરત દવેએ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો.

ઇન્ટરનેશનલ કાર રેસર ભરત દવેનું નિઘન
ઇન્ટરનેશનલ કાર રેસર ભરત દવેનું નિઘન

By

Published : Oct 4, 2020, 11:34 PM IST

Updated : Oct 5, 2020, 6:59 AM IST

સુરેન્દ્રનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરથી દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે મોત થયું છે.

ભરત દવે

રાજકોટના પૂર્વ મેયર ભાવના જોષીપુરાના નાનાભાઈ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર રેસર ભરત દવે કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેમને સરાવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનું મોત થયું છે. ભરત દવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કાર રેસમાં 5 વખત ચેમ્પિયન બન્યા છે.

ભરત દવે

ઉલ્લેખનીય છે કે, ભરત દવેએ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો.

Last Updated : Oct 5, 2020, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details