સત્યના વિજયરૂપી પ્રતિક તરીકે ઉજવાતી દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ જોવા મળે છે. આ દિવસે રાજપૂત સમાજ સહિત અનેક સમાજના લોકો પોતાના પારંપરિક શસ્ત્રોનું પૂજન કરે છે. તેમજ અનેક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવે છે.
વિજયા દશમી નિમિત્તે સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્ર અને રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું - સુરેન્દ્રનગરમાં શસ્ત્ર પૂજન કારયું
સુરેન્દ્રનગરઃ વિજયાદશમી નિમિત્તે શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિકારી સહિત તમામ પોલીસ અધિકારીઓ જોડાયા હતાં. આ ઉપરાંત શહેરમાં રાજપૂત સમાજ દ્વારા પણ શસ્ત્ર પૂજા બાદ શૌર્ય રેલી કાઢવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્ર અને રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
પોલીસ તંત્ર દ્વારા પણ શહેરમાં શસ્ત્ર પૂજા રાખવામાં આવી હતી. જેમાં બંદૂક, રાઈફલ, ગન અને પિસ્તોલ અનેક શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DYSP, PI અને DSP સહિત અનેક પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ ઉપરાંત શહેરમાં કરણી સેના અને રાજપૂત સેના દ્વારા પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ શૌર્ય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જિલ્લાભરના રાજપૂત યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.