- માછીમારોને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવાની ફરિયાદ
- માછીમારી કરી ગુજરાન ચલાવતા લોકોને તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવાનું કહેતા રોષ
- ધારાસભ્ય નૌશાદ સોલંકીએ CM વિજયભાઈ રૂપાણીને કરી રજૂઆત
- યોગ્ય ઉકેલ નહીં આવે તો માછીમારો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગરઃ લીમડી તાલુકાના નાની કઠેકી ગામના નળસરોવર વિસ્તારમાં માછીમારી કરતા પઢાર જ્ઞાતિના લોકોને નળસરોવર પક્ષી અભિયારણના ફોરેસ્ટર દ્વારા હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આથી લખતર દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ નાની કઠેકી પાસે આવેલા નળસરોવરના જુદાજુદા બેટની મુલાકાત લીધી હતી.
લીંબડી તાલુકામાં આવેલા નાનીકઠેકી ગામ પાસે નળસરોવરના જુદાજુદા બેટ પર નાનીકઠેકી રાણાગઢ પનાળા પરેલી મૂળ બાવળા સહિતના ગામોની પઢાર જ્ઞાતિના લોકો તેમની પેઢી દર પેઢીથી નળસરોવરમાં આવેલા બેટો પર નળસરોવર ભરાતા ત્યાં વસવાટ કરી તેઓ માછીમારી કરવી થેગ જીતેલા જેવી પાણીમાં થતી ખાવાની ચીજ વસ્તુ કાઢી જીવનનિર્વાહ ચલાવે છે. ત્યારે નળસરોવર પક્ષી અભયારણના અધિકારી તેમને બેટ પર આવી તેમને બેટ ખાલી કરી જતા રહેવા અને કોર વિસ્તારમાં માછીમારી કરતા હોવાનું કહી હેરાન પરેશાન કરે છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા અહિ રહેતા લોકોની માછલી પકડવાની જાળ સહિતની સામગ્રી કાપી ઘરવખરી સહિત 6 બોટ ભરી સામાન લઈ ગયા હોવાની ફરિયાદ થઈ રહી છે.
ધારાસભ્ય નૌશાદ સોલંકીએ નાની કઠેચીનીલીધી મુલાકાત