ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેતરમાં પાણી ભરાતાં પાક અને જમીનનું ધોવાણ, તંત્રની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનો પરેશાન - પાક અને જમીનનું ધોવાણ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામાં ગામના ખેડૂતોના પાક નિષ્ફળ નીવડ્યા છે. જેના કારણે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ ગામમાં 2012માં બનેલી કેનાલ આડી બની હોવાથી પાણીનો નિકાલ થતો નથી. એટલે વરસાદી પાણી ખેતરો ઘૂસતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ગ્રામજનોએ સ્થાનિક તંત્રમાં અનેકવાર રજૂઆત કરી હતી. છતાં લબાડ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

ખેતરમાં પાણી ભરાતાં પાક અને જમીનનું ધોવાણ, તંત્રની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનો પરેશાન

By

Published : Aug 18, 2019, 11:57 AM IST

લખતર તાલુકાના ગામના ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેની માટે તંત્ર જવાબદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. 2012માં બનાવેલી કેનાલ આડી બની હોવાથી પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે આશરે 200 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેથી વરસાદ પહેલાં કપાસનું વાવેતર કરનાર 2થી 3 હજાર ખેડૂતોનો પાક નિષ્ફળ નીવડ્યો હતો.

ખેતરમાં પાણી ભરાતાં પાક અને જમીનનું ધોવાણ, તંત્રની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનો પરેશાન

આ અંગે ગ્રામજનોએ કલેક્ટર, CM ઓફિસ અને સ્થાનિક તંત્રમાં પણ લેખિત તેમજ મૌખિત રજૂઆત કરી હતી. છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી રોષે ભરાયેલાં ખેડૂતો તંત્રમાં વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવાની માગ કરી રહ્યા છે, અને જો આ માગ પૂરી કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details