ગુજરાત

gujarat

ETV Bharat / state

નવનિર્માણ થયેલ બસ સ્ટેશનમાં તોડફોડ, યુવક ઝડપાયો - GUJARATI NEWS

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરમાં રાજય સરકારે 2 કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેશન તૈયાર કર્યું હતું. જેનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના 24 કલાકમાં જ અસામાજિક તત્વોએ બસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી.

snr

By

Published : Jun 25, 2019, 9:41 PM IST

લખતરમાં ગામલોકોની ઘણા સમયની માંગ બાદ રાજય સરકારે નવું બસ સ્ટેશન તૈયાર કર્યુ હતું. ત્યારે કોઇ અસામાજિક તત્વોએ નવા જ બનાવેલા બસ સ્ટેશનમાં રાતના સમયે ઓફિસના કાચ, ખુરશીઓ, બેસવાના બાંકડા અને બસ સ્ટેશનમાં રાત્રિ રોકાણ માટે પડેલી બસ સહિતમાં તોડફોડ કરી હતી.

નવનિર્માણ થયેલ બસ સ્ટેશનમાં તોડફોડ, યુવક ઝડપાયો

નવનિર્માણ બસ સ્ટેશનમાં તોડફોડથી લાખો રૂપિયાનું નુકશાન થતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. CCTV કેમેરા ચેક કરતા રાત્રિના એક યુવક ધોકો લઇ તોડફોડ કરતો જોવા મળ્યો હતો. CCTV આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવક લખતર ગામનો જ વિપુલ નરશીભાઇ છે. પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ યુવક અસ્થિર મગજનો હોવાનું પોલીસે જણાવ્યું હતું ત્યારે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ યુવક ખરેખર અસ્થિર મગજનો છે કે ખોટા નાટક કરી રહ્યો છે. તોડફોડ કોઈના ઈશારે કરવામાં આવી છે કે પછી કોઇ રાજકીય રમત છે.

ABOUT THE AUTHOR

...view details