ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસનો કહેર, નવા 6 કેસ નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા અને ચુડા તાલુકાના ગામોમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રા, કોંઢ અને જેગડવામાં 3, ચુડા તાલુકાના બલાળામા 2 અને પાટડી તાલુકાના અખિયાણામા 1 મળી કુલ 6 કેસ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, તેમજ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Corona virus outbreak in rural areas of Surendranagar
સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસનો કહેર, નવા 6 કેસ નોંધાયા

By

Published : May 27, 2020, 8:34 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા અને ચુડા તાલુકાના ગામોમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રા, કોંઢ અને જેગડવામાં 3, ચુડા તાલુકાના બલાળામા 2 અને પાટડી તાલુકાના અખિયાણામા 1 મળી ફૂલ 6 કેસ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, તેમજ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસનો કહેર, નવા 6 કેસ નોંધાયા

કોરોના પોઝિટિવ આવેલા આ તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યા છે. જો કે આ દરેકની હિસ્ટ્રી જિલ્લા બહારની છે અને આ લોકો પહેલેથી જ હોમ કોરેન્ટાઈન હતા. જિલ્લામાં કોરાના વાઇરસના કેસમા એક તરફ સતત વધારો થઈ રહ્યો છે, જિલ્લામાં અત્યાર સુધી કુલ 30 કેસ નોધાઈ ચુકયાછે. જેમાંથી અત્યાર સુધી 9 લોકોને સરકારની ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી છે. અગાઉ 4 લોકોને રજા આપવામાં આવી હતી ત્યારે બુધવારે વધુ 5 લોકોને રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details