- સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસો વધ્યા
- દિવસે ને દિવસે વધી રહ્યા છે કેસો
- મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી
સુરેન્દ્રનગર: જિલ્લામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ફુલ થઈ જતાં દર્દીઓને હોસ્પિટલના હોલમાં નીચે સુવડાવી સારવાર લેવાનો વારો આવ્યો છે. રેમડેસીવીર ઈજેક્શન લેવા પણ દર્દીના પરિવારજનોની લાંબી કતારો લાગી છે.
સુરેન્દ્રનગરમાં કોરોનાની તેજ રફતાર આ પણ વાંચો:સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ
આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે
કોરોના વાઈરસના વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ સામે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પુરતી આરોગ્ય લક્ષી સુવિધાઓ પૂરી ન પાડતા રોષ જોવા મળ્યો હતો. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓને મુખ્ય સરકારી હોસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર ન મળતાં સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચો:કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ પ્રભારી સચિવ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે
- સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારીને લઈને જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકર જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજીને હોસ્પિટલ અને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.