સુરેન્દ્રનગરઃ કોરોનાની મહામારીમાં અમદાવાદ ખાતે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગરના કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના લીધે તેના વતનમાં ફફડાટ ફેલાયો છે, કારણકે સુરેન્દ્રનગરમાં હજીસુધી કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી.
અમદાવાદ ખાતે ફરજ બજાવતા સુરેન્દ્રનગરના કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - કોન્સ્ટેબલને કોરોના વાઇરસ પોઝિટિવ
કોરોનાની મહામારીમાં અમદાવાદ ખાતે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગરના કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના લીધે તેના વતનમાં ફફડાટ ફેલાયો છે, કારણકે સુરેન્દ્રનગરમાં હજીસુધી કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી.
અમદાવાદ ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલને કોરોના વાઇરસ પોઝિટિવ
જશાપર ગામના એક વોર્ડના અંદાજે 50 થી વધુ લોકોને આરોગ્ય વિભાગે હોમ કોરેન્ટાઇન કર્યા છે. જેમાં કોન્સ્ટેબલ પોતોની પત્નીને જશાપર મુકવા આવ્યો હતો. ત્યાર બાદ તે બાવળા ખાતે પણ રોકાયો હતો. જેથી ત્યાં પણ 2 થી 3 ઘરોને કોરેન્ટાઇ કર્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હજી સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી ત્યારે લોકોમાં આ બનાવથી ફફડાટ ફેલાયો છે.