- બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ
- કોંગ્રેસના ધારાસભ્યોના બાવળીયા સહિત ભાજપ સરકાર સામે આકરા પ્રહારો
- ચાલુ બેઠકમાં વિરોધ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો
સુરેન્દ્રનગર:રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાં કોરોના માહામારીને રોકવા 'મારૂ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની અધ્યક્ષતાની સમીક્ષા બેઠકમાં કોગ્રેસના ધારાસભ્યઓએ વિરોધ કરતા બેઠક સમેટી લેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો:'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન
MLA નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા દ્વારા હોબાળો
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના માહામારીને ધ્યાને લઈને કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં કોગ્રસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સહિતના કોગ્રેસના આગેવાનો ચાલુ બેઠકમાં આવી પહોંચ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં કોગ્રેસના ધારાસભ્યની અવગણના કરી માત્ર ભાજપના ધારાસભ્યો અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હોવાનો અને આ સમીક્ષા બેઠક નહી પરંતુ, ભાજપનું કાર્યલય બનાવી દીધુ હોવાનો આક્ષેપ કરી પ્રધાન સહિત ભાજપ સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા.