સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના રણવિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી (Water of Narmada River ) રણમાં ફરી વળતાં સમગ્ર રણમાં પાણી ભરાઈ ગયા હતા. આથી, મીઠું પકાવતા અગરિયાઓના (Salt Farmers of kutch Desert ) અગર પર પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકસાની ભોગવવાનો વારો (condition of Salt Farmers) આવ્યો છે. આ સાથે જ અગરિયાઓએ સરકાર પાસે અરજ કરી છે કે, "ભવિષ્યમાં ક્યારેય પણ નર્મદાનું પાણી રણમાં છોડવામાં ન આવે અને અગરિયાઓને થયેલી નુકસાનીનું પણ વળતર ચુકવવામાં આવે."
Salt Farmers of kutch Desert આ પણ વાંચો:નર્મદા કેનાલના પાણી મીઠાના અગરમાં ધુસી જતાં અગરિયાઓ મુશ્કેલીમાં
મીઠા પકાવતા પાટામાં નુકસાન
કચ્છના નાના રણના 40 કિલોમીટરમાં નર્મદાનું પાણી ફરી વળતાં રણમાં મીઠું પકાવતા અગરીયાઓની હાલત કફોડી બની છે. આ બાબતે અગરિયાઓએ જણાવ્યું હતું કે, વર્ષમાં અનેક વાર રણમાં નર્મદાના પાણી ભરાતા અગરિયાઓના મીઠા પકાવતા પાટામાં નુકસાન થતું હોવાથી અમારે ન છૂટકે હિજરત કરવાનો વારો આવી રહ્યો છે. જો આવુ જ ચાલતુ રહેશે તો અમારે રોજી રોટીના પણ સાંધા પડી જશે.
આ પણ વાંચો:અગરિયાઓની પાણીની લાઈનની માગ: તંત્રની એકબીજાને ખો
હજારો લીટર વેડફાઇ રહ્યું છે નર્મદાનું પાણી
અગરિયાઓએ નર્મદા નિગમના અધિકારીઓ યોગ્ય નિર્ણય કરે અને અગરિયાઓને પીવાના પાણી માટેની પાઇપલાઇનની પણ માંગ કરી છે. આ ઉપરાંત, અહીં પાઇપલાઇનની મંજૂરી આપવામાં આવી નથી. નર્મદા કેનાલમાંથી હજારો લીટર પાણી વેડફાઇ છે અને તેની સામે અગરિયાઓને મીઠું પકાવતા પાટામાં નુકસાન વેઠવું પડે છે. અતિવૃષ્ટિ બાદ નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને હાલત પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ સર્જાયો છે અને સરકાર દ્વારા તાત્કાલિક નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.