સુરેન્દ્રનગરમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનું આયોજન કરવામાં આવ્યુ છે. અલગ-અલગ પ્રોફેશન અને ઇન્ડસ્ટ્રીઝની 250થી વધુ કંપનીઓ ભાગ લીધો છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને એમ.એસ.એમ.ઇ. મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે મેગા એક્ષ્પો 2019નું આયોજન સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનો સમાપન સમારોહ યોજાયો, કેન્દ્રિય પ્રધાન રહ્યા હાજર - મનસુખ માંડવિયા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપન સમારોહમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમના બીજા દિવસે અંદાજીત 1લાખ કરતા પણ વધારે લોકો મુલાકાત લીધી હતી. સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ગ્લોબલ ઝાલાવાડનું આયોજન કરનાર ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમને જણાવ્યું હતુ કે, ઝાલાવાડનાની અંદર ઘુડખર અભ્યારણ્ય એ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ આગળ વધશે. સરકાર દ્વારા ધંધા રોજગાર, ટુરિઝમ વિકાસ થાય તે માટે સરકાર કામ કરી રહી છે. ઝાલાવાડની અંદર નર્મદાના પાણી પહોંચ્યા છે. આગામી સમયમાં આ વિસ્તાર ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ખૂબ જ આગળ વધશે.