ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં CMના હસ્તે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું કરાયું ઉદ્ઘાટન - ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબીશન

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વેપાર અમે ઉદ્યાગ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુથી ભારત સરકારના એમ.એસ.એમ.ઈ.અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન શુક્રવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં કેન્દ્રીય પ્રધાન તેમજ રાજ્યના પ્રધાનો મુલાકાત લેશે.તેમજ આ એક્ઝિબિશનમાં 200 જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા છે, સાથે ઝાલાવાડની અંદર ક્યાં ઉદ્યોગ હાલ કાર્યરત છે તેનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબીશનનું ઉદ્ઘાટન કરતા મુખ્ય પ્રધાન રૂપાણી
સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબીશનનું ઉદ્ઘાટન કરતા મુખ્ય પ્રધાન રૂપાણી

By

Published : Dec 27, 2019, 6:52 PM IST

ઝાલાવાડમાં સીરામીક ઉદ્યોગ,કપાસ, મીઠુ, પશુ પાલન, સ્ટોન પાર્ક, ક્વોરી ઉદ્યોગ હાલ મોટા પાયે કાર્યરત છે. ત્યારે વધુ ઉદ્યોગ કઈ રીતે આવે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. સાથે ઝાલાવાડનો ઇતિહાસનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન , BAPS સ્વામિ નારાયણ સંસ્થાના પ.પૂ.બ્રહ્મવિહારી સ્વામી, ઝિમ્બાબ્વે સરકારના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન રાજ મોદી હાજર રહ્યા હતા. સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, કિરીટસિંહ રાણા,ગૌતમભાઈ ગેડિયા,GIDCના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, જિલ્લાના સંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ શંકર વેગડ, શંભુપ્રસાદજી અને સાધુ સંતો હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબીશનનું ઉદ્ઘાટન કરતા મુખ્ય પ્રધાન રૂપાણી

વિજયભા રૂપાણીએ આ એક્ઝિબિશનમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. મુખ્યપ્રધાને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં તમામ ઉદ્યોગ આપમેળે આગળ વધ્યા છે. તેમાં વિવિધ જિલ્લામાં ઉદ્યોગ તરીકે જાણીતા છે.ગુજરાતીના વેપારીઓ સાહસિક છે. ત્યારે ઝાલાવાડના વેપારીઓ દ્વારા રાજ્ય તેમજ દેશમાં વિવિધ ઉધોગ દ્વારા ઝાલાવાડનું નામ રોશન કરવામાં આવ્યું છે.અગાઉની સરકાર દ્વારા સૌરાષ્ટ્ર સાથે અન્યાય થતો આવતો હતો. ત્યારે તે વખતના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન દ્વારા તે સમયે નર્મદામાં પાણી સૌરાષ્ટ્ર અને ક્ચ્છને મળે તે માટેનું સપનું જોયું હતું અને તે સાકાર પણ કર્યું. સરકાર પણ રાજ્ય તેમજ જિલ્લાનો વિકાસ થાય તે માટે કાર્ય કરી રહી છે.ઉદ્યોગ થકી લોકોને રોજગારી મળી રહે છે. તે માટે ઉદ્યોગ મહત્વના છે. MSME માટે બેંક દ્વારા બને તેટલી ઝડપથી લોન મળે તે રીતે કાર્ય કરી રહી છે.ઝાલાવાડની ધરતી ઉપર ડોલર ઉગે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

ABOUT THE AUTHOR

...view details