- અમરેલીના DSP નિર્લિપ્ત રાય અંગે આપત્તિજનક ટિપ્પણીનો મામલો
- ચોટીલા તાલુકામાં રાજ શેખાવતે DSP અંગે કરી હતી આપત્તિજનક ટિપ્પણી
- ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ફરી એક વાર વિવાદમાં સપડાયા
સબ જેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
આ પણ વાંચો-રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો
સુરેન્દ્રનગરઃ ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. 4 મહિના અગાઉ રાજ શેખાવતે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં અમરેલીના DSP નિર્લિપ્ત રાય અંગે આપત્તિજનક નિવેદન આપ્યું હતું એટલે રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. જોકે, ચોટીલા કોર્ટે રાજ શેખાવતના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. એટલે રાજ શેખાવતને સુરેન્દ્રનગર પોલીસે સબજેલના હવાલે કર્યો હતો.
ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ફરી એક વાર વિવાદમાં સપડાયો આ પણ વાંચો-રાજસ્થાની સમાજ અને મહારાણા પ્રતાપ વિરુદ્ધ ટિપ્પણી કરનારને કરણી સેનાએ માર મર્યો
સબ જેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, 4 મહિના પહેલા રાજ શેખાવત ચોટીલા તાલુકાના સૂરજદેવળ મંદિરમાં કાઠી મહાસંમેલનમાં આવ્યો હતો. અહીં તેણે અમરેલીના DSP નિર્લિપ્ત રાય અંગે આપત્તિજનક નિવેદન આપ્યું હતું, જેથી તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ચોટીલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, રાજ શેખાવતના રિમાન્ડ પૂર્ણ થતા ચોટીલા કોર્ટ તેના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. ત્યારબાદ રાજ શેખાવતને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગરની સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરની સબજેલ ખાતે DySP, ACB, SOG પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.