ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરસાગર ડેરી દ્વારા સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયા - gujarat live news

સુરેન્દ્રનગર શહેરમાં સુરસાગર ડેરી દ્વારા દૂધ મંડળીના સભાસદોના મૃતકના 20 વારસદારોને 40 હજાર રૂપિયા લેખે 8 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. વારસાદારોને સહાયની રકમના ચેક આપવામાં આવ્યા હતા.

સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ અને ડિરેક્ટર ગુરુદીતસિંઘના હસ્તે મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયા
સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ અને ડિરેક્ટર ગુરુદીતસિંઘના હસ્તે મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયા

By

Published : Mar 7, 2021, 11:27 AM IST

Updated : Mar 7, 2021, 2:17 PM IST

  • સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ અને ડિરેક્ટર ગુરુદીતસિંઘના હસ્તે મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયા
  • સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત વર્ષ દરમિયાન પશુપાલકના મૃતક 83 વારસદારોને સહાયની ચૂકવણી કરવામાં આવી
  • પશુપાલક માટે ગ્રુપ પર્સનલ અકસ્માત વિમા યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય આપી આર્થીક મદદ કરવામાં આવે છે

આ પણ વાંચોઃકોરોનાથી મૃત્યુ પામનાર પલસાણાના તાલુકા વિકાસ અધિકારીના પરિવારજનોને 25 લાખની સહાય

સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ વિસ્તારમાં આવેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુર સાગર ડેરી સંચાલિત સભાસદ મરણોત્તર સહાય યોજના અંતર્ગત સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ અને ડેરીના ડિરેક્ટર ગુરુદીતસિંગના નેજા હેઠળ આજે દૂધ મંડળીઓના મૃતક સભાસદોના એક વારસદાર લેખે 40 હજારની સહાયની રકમ મુજબ 20 પશુપાલક મૃતકના વારસદારોને 8 લાખ રૂપિયા ચેક અર્પણ કરી સહાય કરવામાં આવતા મૃતક પશુપાલકના વારસદારોમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી તેમજ સુરસાગર ડેરી દ્વારા અકસ્માત વિમા સહિતની વિવિધ યોજના હેઠળ દૂધ મંડળીના સભાસદોના વારસદારને આર્થિક સહાય કરી મદદરૂપ થાવા માટે અનેરો પ્રયાસ હાથ ધરી સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

સુરસાગર ડેરી દ્વારા સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયા
Last Updated : Mar 7, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details