સુરેન્દ્રનગરઃ ચોટીલામાં આવેલુ ચામુંડા માતાજીનું મંદિર ભક્તો માટે આજથી બંધ રહેશે. હાલ વિશ્વ તેમજ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. જેથી અગમચેતીના ભાગરૂપે જેવી જગ્યાએ લોકોનું જુથ ભેગુ થાય તે સ્થળ બંધ કરવામાં આવી રહ્યાં છે.
કોરોના ઈફેક્ટ: ચોટીલામાં ચામુંડા માતાજીનું મંદિર ભક્તો માટે આજથી બંધ - સુરેન્દ્રનગર
કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત છે. દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે શાળાઓ, કોલેજો, સંસ્થાઓ, થિયેટરો અમને મંદિરો પણ બંધ કરવામાં આવી રહ્યાં છે. ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર પણ 29 માર્ચ બંધ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા કોરોના સામે સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. દેશમાં સ્કૂલ, સિનેમા ગૃહ તેમજ મોલ અને આંગણવાડી ઓ બંધ રાખવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટના પ્રવેશદ્વાર અને જગ વિખ્યાત ચોટીલામાં આવેલુ ચામુંડા માતાજીનું મંદિર પણ આજથી દર્શનાર્થી માટે 29 માર્ચ બંધ કરવામાં આવ્યું છે.
મંદિરના ટ્રસ્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, અંહી આવતા ભક્તોજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં દરરોજ હજ્જારો યાત્રાળુઓ માતાજીના દર્શને આવતા હોય છે. અને અત્યારે આ વાયરસ વધુ ભીડ હોય ત્યાં લોકોમાં તરત ફેલાય છે. જેથી સાવચેતીના ભાગરૂપે આ મંદિર 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યું છે.