ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓર્ગેનિક માંગને પૂરી કરવાની ક્ષમતા ભારતના ખેડૂતોમાં છે: રૂપાલા - vadhwan news

વઢવાણ ખાતે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગૌ કૃપા કૃષિ પદ્ધતિના પ્રશિક્ષણ અર્થે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

Surendranagar
Surendranagar

By

Published : Mar 8, 2020, 1:28 PM IST

Updated : Mar 8, 2020, 2:33 PM IST

વઢવાણ: સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગૌ કૃપા કૃષિ પદ્ધતિના પ્રશિક્ષણ અર્થે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગૌ કૃપા કૃષિ પદ્ધતિ દ્વારા સરળ સફળ ખેતી અંગે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં વઢવાણ સ્થિત આનંદ ભુવન ખાતે સેમિનાર યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની દુનિયામાં મોટી માંગ છે, દુનિયાની આ ઓર્ગેનિક માંગને પુરી કરવાની ક્ષમતા ભારતના ખેડૂતોમાં છે. જો ભારતના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો દુનિયાની ભૂખ ભાંગી જાય તેમ છે.

ઓર્ગેનિક માંગને પૂરી કરવાની ક્ષમતા ભારતના ખેડૂતોમાં છે: રૂપાલા

આ સાથે જ વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહી કાર્ય કરી રહી છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ થકી ખેડૂત અને પશુપાલક આજે સક્ષમ બન્યો છે. આ પ્રસંગે સાસદ મહેન્દ્રભાઈ મુંજપરાએ પ્રાસંગિત પ્રવચનમાં ખેડૂતો અને પશુપાલકો માટેની યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ તકે ગોપાલભાઈ સુતરીયાએ ગૌ આધારિત ખેતીના ફાયદા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. સ્વાગત પ્રવચન ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને આભારવિધી કમલેશભાઈ હાંડીએ કરી હતી. આ સેમિનારમાં દુધરેજ-સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વીપિનભાઈ ટોલીયા, દૂધસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ અગ્રણી સર્વે દિલીપભાઈ પટેલ, શંકરભાઈ વેગડ, જગદીશભાઈ મકવાણા, જગદિશભાઈ ત્રિવેદી, વર્ષાબેન દોશી, જિજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય અને દેવપાલસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Last Updated : Mar 8, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details