જિલ્લાના અણીન્દ્રા ગામના ઉદ્યોગકાર દશરભાઈ પીઠવાએ ગુરૂવારે ઘરમાંજ ફાંસો ખાઈ લીધો છે. વઢવાણ જીઆઈડીસીમાં ગજાનંદ ઈન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રીકેશન અને હાઈડ્રોલીક પ્રેસની મશીનરીનું કારખાનું ધરાવતા પીઠવાએ વ્યાજકોરોના ત્રાસને કારણે પગલું ભર્યાનું પોલીસ ફરિયાદમાં તેમના પત્નીએ જણાવ્યું છે.
સુરેન્દ્રનગરમાં દેવામાં ડૂબેલા કારખાનાના માલિકે કર્યો આપઘાત - GUJARATI NEWS
સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામના ઉદ્યોગપતિ દશરથભાઈ પીઠવાએ ગુરુવારે આપઘાત કરતા ચકચાર મચી છે. વ્યાજ પેટે મોટી રકમ જુદા-જુદા લોકો જોડે લીધા બાદ દેવુ થઈ જતા આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

hd
સુરેન્દ્રનગરમાં દેવામાં ડૂબેલા કારખાનાના માલિકે કર્યો આપઘાત
તેઓને ધંધામાં ખોટ જતા તેમણે 21 વ્યક્તિઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાની રકમ લીધી હતી, જેની ઉઘરાણી કરવા અવારનવાર વ્યાજખોરો આવતા હોવાથી તેઓ માનસિક રીતે ત્રાસ અનુભવી રહ્યાં હોવાનું પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે. જેના કારણે તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે, આપઘાત કરતા પહેલા તેમણે સુસાઈડ નોટ પણ લખી છે. જેથી તેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.