- પાલિકાના તમામ ૫૨ સદસ્યોએ બજેટને સર્વાનુમતે આપી બહાલી
- પાણી, શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ વિકાસના કામોને અગ્રતા આપવામાં આવી
- સિટી બસ સેવા અને સ્વચ્છતાને આગામી દિવસોમાં અગ્રીમતા આપવાની નેમ વ્યક્ત કરી
સુરેન્દ્રનગર: જિલ્લાના દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વર્ષ 2020-21ની બજેટ બેઠક યોજાઇ હતી. સંયુક્ત પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં થયેલા વિકાસના કામોને યાદ કરવામાં આવ્યા હતા તેમજ શહેરમાં રોડ, રસ્તા અને પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, તે રાજ્ય સરકારની દેન હોવાનું પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું.
પાલિકાના તમામ ૫૨ સદસ્યોએ બજેટને સર્વાનુમતે આપી બહાલી આ પણ વાંચો -પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર
02 લાખ 69 હજાર 369ની બંધ સિલક દર્શાવવામાં આવી
સુરેન્દ્રનગર શહેરમાં વોર્ડ સભ્યોને હજુ વધુ વિકાસના કામોને રફતાર આપવાની વાત કરતા ઉપસ્થિત સભ્યોએ વાત આવકારી હતી. સંયુક્ત પાલિકાના 13 વોર્ડમાં હજુ પણ સારી સગવડો ઉપલબ્ધ બનાવવાની વાત બજેટ બેઠકમાં કરવામાં આવી હતી. જ્યારે પાલિકામાં 270 કરોડ 10 લાખ 69 હજાર 369નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેની સામે 270 કરોડ 08 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે 02 લાખ 69 હજાર 369ની બંધ સિલક દર્શાવવામાં આવી હતી.
આ પણ વાંચો -બારડોલી નગરપાલિકાનું 74 કરોડનું બજેટ માત્ર જ 1 મિનિટમાં મંજૂર
જુના પેન્ડિંગ વિકાસના કામોને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી
પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ આગામી દિવસોમાં ટ્રાફિક સિગ્નલ, સિટી બસ સેવા અને સ્વચ્છતાને અગ્રીમતા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ જુના પેન્ડિંગ વિકાસના કામોને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી.