રવિવારે બંને ભાઈ-બહેન બપોરના સમયે બંધ મકાનમાં રમવા ગયા હતા. તે દરમિયાન રમત રમતા બંને ભાઈ-બહેન પાણીની ટાંકીમાં પડી જતી ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ત્યારબાદ તેમના દાદા-દાદીએ 2 કલાકથી છોકરી ઘરે પરત ન ફરતા તપાસ શરૂ કરી હતી.
સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકીમાં પડી જવાથી સગા ભાઈ-બહેનના મોત - gujaratinews
સુરેન્દ્રનગર: શહેરમાં આવેલા રણજીતનગર સોસાયટીમાં એક 7 વર્ષની બાળકી તેમજ એક 5 વર્ષના બાળકનું બંધ મકાનમાં પાણીની ટાંકીમાં પડી જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બે સગા ભાઈ-બહેન જાગૃતિ અને નીતિન તેમના દાદા-દાદી પાસે રહેતા હતા.

સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકીમાં પડી જવાથી સગા ભાઈ-બહેનના થયા મોત
સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકીમાં પડી જવાથી સગા ભાઈ-બહેનના થયા મોત
ત્યારબાદ બાજુમાં આવેલા બંધ મકાનમાં પાણીની ટાંકીમાંથી બંને બાળકોની લાશ મળી હતી. પોલીસ તેમજ 108ને જાણ કરતા 108 ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બંને બાળકોના મૃતદેહોને ગાંધી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.