- સુરેન્દ્રનગરમાં પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
- વઢવાણ મામલતદાર ઓફિસે કરાઈ મત ગણતરી
- ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 5 ઓક્ટોબરે મત ગણતરી કરાઈ
સુરેન્દ્રનગર: જિલ્લાની સુરેન્દ્રનગર- વઢવાણ નગરપાલિકાની વોર્ડ નંબર છ અને લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર પાંચની યોજાયેલી ચૂંટણીની આજે મત ગણતરી થઈ હતી. જેમાં બન્ને સિટ ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. વઢવાણ મામલતદાર ઓફિસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 5 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાની વોર્ડ નંબર છ માહિતી
- ભાજપના ઉમેદવાર પરેશ મહાદેવભાઈ કડીવાળને મળ્યા 2262 મત
- કોંગ્રેસના ઉમેદવાર છેલાભાઈ મોતીભાઈ મકવાણાને મળ્યા 606 મત
- આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજન પટેલને મળ્યા 1755 મત
- બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મહેશ દુલેરાને મળ્યા 402 મત
- નોટાને મળ્યા 126 મત