લીંબડી: આગામી 3 નવેમ્બરના રોજ રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજોવાની છે. જેને લઈને ભાજપે 7 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે, લીંબડી બેઠક માટે હજુ ઉમેદવારનું નામ નક્કી થયું નથી. ત્યારે લીંબડી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ક્યા ઉમેદવારને ટિકિટ આપ શકાય તેવી સંભવિત યાદી જાહેર કરવામાં આવી છે.
લીંબડી પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર - potential candidate of BJP
આગામી 3 નવેમ્બરના રોજ રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજોવાની છે. જેને લઈને ભાજપે 7 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે, લીંબડી બેઠક માટે હજુ ઉમેદવારનું નામ નક્કી થયું નથી. ત્યારે લીંબડી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ક્યા ઉમેદવારને ટિકિટ આપ શકાય તેવી સંભવિત યાદી જાહેર કરવામાં આવી છે.
ભાજપ કોંગ્રેસ
લીંબડી વિધાનસભા બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવાર
- કિરીટસિંહ રાણા- અનુભવી, અગાઉ પ્રધાન રહી ચૂકેલા અને દરેક સમાજ પર પ્રભુત્વ ધરાવે છે.
- શંકરભાઈ વેગડ- કોળી સમાજના નેતા, રાજ્યસભાના પૂર્વ સાંસદ, કોળી સમાજ પર પ્રભુત્વ, અનુભવી, મતદારોમાં લોકપ્રિય
- મંજૂલાબેન ધાડવી- કોળી સમાજમાં વર્ચસ્વ, પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, રાજકારણના અનુભવી
- નાગરભાઈ જીડીયા- યુવા, શિક્ષિત (એન્જિનિયર), કોળી સમાજ પર પ્રભુત્વ, તાલુકા પંચાયત સદસ્ય
લીંબડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર
- ચેતન ખાચર- યુવા, શિક્ષિત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, લોકસભા માટે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, યુવાનો સહિત દરેક સમાજના મતદારો પર પ્રભુત્વ, રાજકારણનો અનુભવ
- ભગિરથસિંહ રાણા- યુવા, ખેડૂત આગેવાન, દરેક સમાજના મતદારો પર પ્રભુત્વ, જિલ્લા પંચાયત સદસ્ય, અનુભવી
- કલ્પનાબેન ધોરીયા- મહિલા આગેવાન, રાજકારણનો ત્રણ પેઢીનો અનુભવ, કોળી આગેવાન, જિલ્લા પંચાયત પ્રમુખ, દરેક સમાજ પર પ્રભુત્વ