- લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા
- ઓળક ગામની સીમમાં આવેલ ખેતરમાં થી એક સાથે મૃત હાલતમાં 8 માદા મોર અને 1 તેતર સહીત 9 પક્ષીઓ મળી આવ્યા
- ગ્રામજનોએ આ અંગે વનવિભાગની ટીમને જાણ કરતા ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
- મૃત પક્ષીઓનો કબજો લઇ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ લખતર તાલુકાનાં ઓળક ગામની સીમ માંથી 8 ઢેલ અને એક તેતર મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે હાલ દેશભરમાં બર્ડ ફલૂએ દેખા દીધો છે, અને દેશ ના અન્ય રાજ્યોમાં મરઘી બતક સહિત અનેક પક્ષીઓ બર્ડ ફલૂનો શિકાર બની મોતને ભેટ્યાના સમચાર મળ્યા છે. ત્યારે લખતર તાલુકાના એશિયાના સૌથી મોટો પમ્પિંગ સ્ટેશન પાસે ઓળકની સીમ જમીન માંથી 8 ઢેલ અને એક તેતર મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચવા પામ્યો છે.