ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં વરસાદને લીધે રસ્તાઓની હાલત બિસ્માર, જુઓ વીડિયો - સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી

સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જિલ્લાભરમાં સાવત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને લખતર, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી સહિત ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રોડ રસ્તાઓ ધોવાઇ જતા જંકશન રોડ પર ભૂવા પડ્યા છે. જેને લઇને વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઇ ગયા હતાં. જેથી લોકોએ તાત્કાલિક રોડ રસ્તાઓ સમારકામ કરવા માંગ કરી છે.

Surendranagar
સુરેન્દ્રનગર

By

Published : Aug 17, 2020, 9:50 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લામાં સાવત્રિક મેધા મહેર થતાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શહેરના દરેક વિસ્તારમાં રસ્તાઓની હાલત દયનીય બની ગયેલા છે. ઠેર-ઠેર ગાબડા રાજ અને ભષ્ટાચારની પોલ વરસાદ ખોલતો હોય તેમ નવા જંકશન રોડ, ટાવર રોડ, વઢવાણ ગૌરવ પંથ, જોરાવરનગર કોઝવે રોડ, તેમજ બે વર્ષ પહેલાં જ રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી રિવરફ્રન્ટની હાલત ખાડા રાજ જેવી બની ગયેલી છે.

રિવરફ્રન્ટ પર વાહન ચાલકો વાહન લઇને નિકળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ રિવરફ્રન્ટ હજુ બે વર્ષ અગાઉ જ બનેલો છે, બે વર્ષમાં રિવરફ્રન્ટ પર ઠેર-ઠેર ખાડાઓમાં વાહનો ફસાઇ જાય છે. જેને લઇને વિપક્ષ કોગ્રેસે રિવરફ્રન્ટ બનાવવામાં ભષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. રિવરફ્રન્ટ બે વર્ષ પહેલા બન્યો, ત્યારબાદ તેની પર અનેક વખત લાખો રૂપિયા ખર્ચી અને સમારકામ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી શહેરના રસ્તાઓની હાલત બિસ્માર

હાલ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રિવરફ્રન્ટ બનાવવામાં ભષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. તેમજ વઢવાણમાંથી પસાર થતો નેશનલ હાઇવે શીયાણીપોળ પાસે મસમોટા ગાબડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. આમ, એકંદરે શહેરના રોડ રસ્તાઓ હાલ ખાડા રાજ બની જતા વાહન ચાલકો અને લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ રોડ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટર પર કંડક પગલા ભરવા માંગ કરી રહ્યાં છે. તેમજ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત વિશે પાલિકા તંત્રએ કાંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details