સુરેન્દ્રનગરઃ ગુજરાત રાજયના યુવક/યુવતીઓ માટેની પર્વત આરોહણ–અવરોહણ (રાજયકક્ષા) સ્પર્ધા-2020 આગામી 23/01/2020ના રોજ ચોટીલા પર્વત ખાતે યોજાનાર છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટએ એક જાહેરનામાં દ્વારા 23/1/2020ના રોજ સવારે 6 કલાકથી બપોરના 11 કલાક સુધીના સમયગાળા દરમિયાન ચોટીલા પર્વતની સીડીના પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયના પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યક્તિઓ માટે ઓસમ પર્વતની સીડીના પગથિયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ચોટીલા પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન - Awesome MountainSurendranagar News
રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાને ધ્યાને લઈ યાત્રાળુઓને 23મી જાન્યુઆરીએ સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયા પર અવર-જવર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના રાહબારી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત પ્રથમ પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધાના કારણે ઓસમ પર્વત ઉપર જતા પ્રવાસીઓ, યાત્રાળુ કે અન્ય વ્યકિતઓના કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સંભવિત અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા હોઈ આવા સંજોગોમાં સંભવિત અંતરાય કે ખલેલ નિવારવાના હેતુસર આ સ્પર્ધા દરમિયાન પર્વતના સીડીના પગથિયા ઉપર આવવા-જવા પર પ્રતિબંધક ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામું સ્પર્ધાના અધિકૃત અધિકારીઓ / સ્વયંસેવકો અને સ્પર્ધાની વ્યવસ્થામાં કાયદેસરની ફરજ બજાવનારને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.