સુરેન્દ્રનગર: દેશની સરહદ પર જ નહીં આર્મી જવાન જ્યાં પણ હોય ત્યાં દરેક જગ્યાએ પોતાની ફરજ પરથી ક્યારેય પાછા પડતા નથી. તેનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં. અહીં ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલા વાડીની અંદર બોરમાં બાળક (Bore Child Fell In Dudapur) ખાબકવાની ઘટના બની હતી. બાળક બોરમાં પડ્યા બાદ અંદાજે સાડા ત્રણ કલાક બાદ ધ્રાંગધ્રા આર્મી જવાનોની ટીમ (Dhrangadhra Army Officer) દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવતા બાળકના માતા પિતા સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
શું હતો મામલો - ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બે થી અઢી વર્ષનું શિવમ નામનો બાળક રમતા રમતા અંદાજે 300 ફુટથી વધુ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના બની હતી. બાળક શિવમના માતા રસોઈ બનાવી રહ્યા હતા, જ્યારે પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાળક રમતા રમતા ખુલ્લા બોર (Child bore in Dhrangadhra) નજીક આવતા બોરમાં પડી ગયું હતુ.
બાળક બચાવવા માતા-પિતાનો પ્રયાસ નિષ્ફળ - બાળકના પડવાનો અવાજ આવતા સૌ પ્રથમ તેની માતા દોડી આવી હતી. શિવમના પિતાને બોલાવી શિવમને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ, શિવમ અંદાજે 20 ફૂટ જેટલે નીચે બોરમાં ફસાઈ (Child Bore in Surendranagar) ગયો હતો. માતાપિતાનો બાળક પ્રત્યે પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેથી વાડી માલિક અને ગામલોકોને જાણ કરતા સ્થાનિકોએ ઘટનાની જાણ તંત્ર કરી હતી.