ગુજરાત

gujarat

ETV Bharat / state

વઢવાણને મહાનગરપાલિકા બનાવવા વહીવટદારને આવેદનપત્ર પાઠવાયું - Surendranagar News

હાલમાં ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ પાલિકા સંયુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણયને પાલિકાના સત્તાધીશો, હોદ્દેદારો સહિત અનેક આગેવાનોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે વર્ધમાન મહાનગરપાલિકા ચળવળના નેજા હેઠળ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંબોધીને પાલિકાના વહીવટી અધિકારી અનિલ ગોસ્વામીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

wadhwan news
વઢવાણ મહાનગરપાલિકા બનાવવા આવેદન પત્ર

By

Published : Jul 8, 2020, 8:41 AM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વઢવાણ મહાનગરપાલિકા બનાવવા વહીવટદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં પ્રમાણે વઢવાણ શહેર 200 વર્ષથી પ્રાચીન ગૌરવપૂર્ણ ઐતિહાસિક નગરી ધરાવે છે. હાલ વર્ધમાન મહાવીર સ્વામીના પગલા, અડીખમ ગઢ, 7 દરવાજા ધરાવતું શહેર છે. આઝાદી પહેલા બ્રિટિશ કેમ્પ વખતે સુરેન્દ્રનગર શહેર બનાવવામાં આવ્યું હતું અને એક લાખની વસતી ધરાવતું વઢવાણ છે.

વઢવાણ મહાનગરપાલિકા બનાવવા આવેદન પત્ર

એ ગ્રેડમાં બ્રિ ગેડ કરાતા લોકોને વધારે ટેક્સ બરોબર છે. જો વિકાસ કરવો હોય તો વર્ધમાન મહાનગરપાલિકા કરવી જોઈએ. આમ છતાં વઢવાણના હિતોને જ નજર અંદાજ કરવામાં આવશે તો ધરણા, રેલી, ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ વેળાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે, મહાદેવભાઇ દલવાડી, પ્રફુલભાઈ શુક્લ, સતીશ ગમારા, અમિત કંસારા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details