વિરમગામ તાલુકાના જખવાડા ગામે લોકાર્પણ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે દારૂની પોટલીનો મુદ્દો ઉછાળ્યો હતો. દારુબંધીને લઈને કટાક્ષ કર્યો હતો. આનંદીબહેન પટેલ જખવાડાના મહેમાન બન્યા હતા. તેમણે વિરમગામની જખવાડા ગ્રામ પંચાયત અને પક્ષીઘરનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતમાં દારૂબંધી મુદ્દે આનંદીબેન પટેલનો કટાક્ષ, આ વિસ્તારમાં પીવાનું મળતું હશે ને?" - Governor of Uttar Pradesh
સુરેન્દ્રનગરઃ આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે છે અને તેમને વિરમગામ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે દારૂ અંગે નિવેદન આપ્યું હતું. દારૂબંધી મુદ્દે આનંદીબેને રાજ્યમાં મળતા દારૂ વિશે કટાક્ષ કર્યો હતો.
સુરેન્દ્રનગર
આ કાર્યક્રમ દરમિયાન તેમણે દારૂબંધીને લઈને ટોણો મારતા કહ્યું હતું કે, અહીં ખાવા જેવું છે, અહીં પીવા જેવું છે. પીવાનું એટલે બીજું નહી ચા પાણી બધુ. બીજું પીવાનું તો મળતું હશે? મળે છે? બંધ કરાવો. તેમણે સાથે જ પોટલીનું ગણિત સમજાવ્યું હતું અને દારૂ નહી પીવાની લોકોને સલાહ પણ આપી હતી.
Last Updated : Jan 22, 2020, 2:53 AM IST