ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબડી પેટા ચૂંટણીઃ વહીવટી તંત્ર અને ચુંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મંગળવારે પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે લીંબડી વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેને લઈ વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે.

વહીવટી તંત્ર અને ચુંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ
વહીવટી તંત્ર અને ચુંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ

By

Published : Nov 3, 2020, 12:45 AM IST

  • લીંબડી બેઠક પર મંગળવારે યોજાશે પેટા ચૂંટણી યોજાશે
  • પેટા ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ
  • કુલ 420 મતદાન મથકો પર મતદાન યોજાશે

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં મંગળવારે 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે લીંબડી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે રાજીનામું આપ્યું હતું, જેથી લીંબડી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજવાની છે. જે માટે મંગળવારના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, જેને ધ્યાને લઇ ચૂંટણી વીભાગ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ બેઠક પર કુલ 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મંગળવારે કુલ 420 મતદાન મથકો પર મતદાન યોજાશે. જેમાં પુરુષ મતદારો 1,43,450, મહિલા મતદારો 1,28,188 અને અન્ય મતદારો 04 મળી કુલ 2,71,642 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લીંબડી બેઠક પર ભાજપ દ્વારા ફરી કિરીટસિંહ રાણાને જ્યારે કોંગ્રેસ દ્વારા ચેતન ખાચરને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર કુલ 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેનુ ભાવી મંગળવારે ઈવીએમમા સીલ થશે.

તમામ તૈયારીઓ પુર્ણ

વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં પેટા ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ, હોમગાર્ડ અને એસઆરપી સહિતની ટીમના બંદોબસ્ત વચ્ચે મંગળવારે ચૂંટણી યોજાશે. ત્યારે લીંબડીના મતદારોમાં વિકાસના કામોને ધ્યાને લઈ ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. રોડ, રસ્તા, પીવાનું પાણી સહિત પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.

વહીવટી તંત્ર અને ચુંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ

ABOUT THE AUTHOR

...view details