ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુનો અભિવાદન સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર: જિલ્લા પેસ્ટિસાઇડ્સ એસોસીએશન દ્વારા સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

By

Published : Dec 15, 2019, 9:43 PM IST

etv bharat
સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુનો અભિવાદન સમારોહ યોજાયો

અભિવાદન સમારોહ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કૃષિપ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના સમન્વયને કારણે ગુજરાતમાં હરિયાળી ખુશી લહેરાઈ રહી છે. રાજ્યનો ખેડૂત સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. આ તકે પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂત હિતલક્ષી સરકારે કૃષિક્ષેત્રે અનેક પ્રકારના ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઈની સવલત, પૂરતી વીજળી, ખાતર અને પોષણક્ષમ ભાવો મળતા થયા છે. ઉર્જા ઉત્પાદન વિશે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2001માં 7600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું.

સુરેન્દ્રનગરમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુનો અભિવાદન સમારોહ યોજાયો

28 હજાર મેગાવોટ સુધી પહોંચ્યું છે. તેમજ PMનો વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને પૂર્ણ કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સમૃદ્ધિ કૃષિ પર આધારિત છે અને આ ખેતીની સમૃદ્ધિ સમગ્ર સમાજને આગવું બળ પૂરું પાડે છે.

વેપાર વિષયક વાત કરતા આઇ. કે. જાડેજાએ ઉમેર્યું હતું કે, વેપાર ધંધાના કાયદાઓ, નિયમો રાજ્ય સરકાર પ્રજાલક્ષી બનાવી રહી છે અને તેને કારણે આજે ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં મોખરાનું સ્થાન ધરાવે છે.આ પ્રસંગે સાંસદ ર્ડા. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા, અગ્રણી દિલીપભાઈ પટેલ એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ સ્વાગત પ્રવચન જિલ્લા પેસ્ટીસાઈડ્સ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયાએ કરી હતી.આ પ્રસંગે પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા, અરવિંદભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કૃષિ સાથે જોડાયેલા ડીલર અને વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details