સુરેન્દ્રનગરમાં ઝાડ સાથે કાર ટકરાઇ, 2ના મોત - losing control
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ સહિત બે વ્યક્તિના મોત થયા હતા.

સુરેન્દ્રનગરના લખતર રોડ પર અકસ્માત, 2ના મોત
સુરેન્દ્રનગરના લખતર રોડ પર આવેલા કોઠારીયા ગામ પાસે બાબુભાઈ મકવાણા નામના કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બાબુભાઈ મકવાણા તથા સિદ્ધિબેન મકવાણા મોત થયું હતું. અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલિસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરના લખતર રોડ પર અકસ્માત, 2ના મોત