ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રા કચ્છ હાઈ-વે પર (Accident in Dhrangadhra Kutch Highway) મંગળવારે મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામ પાસે એક રિક્ષાને અકસ્માત (Accident near Chuli village of Dhrangadhra) નડ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના મોત થયા હતા. કચ્છ તરફ જતા એક વાહન અને રિક્ષા વચ્ચે ટક્કર થતા આ અકસ્માત (Accident between rickshaw and vehicle in Dhrangadhra) સર્જાયો હતો. તો આ અકસ્માતમાં 1 પુરુષ અને 2 મહિલાના મોત થયા હતા.
મંગળવારે મોડી રાત્રે સર્જાયો અકસ્માત આ પણ વાંચો-Accident in Surat: અમરોલી વિસ્તારમાં બસની અડફેટે આવતા ધોરણ 9ની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત
એક મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાઈ
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી 2 મહિલાઓને 108 એમ્બુલન્સ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી હતી. તો આ ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ (Dhrangadhra taluka police accident investigation) ધરી હતી.
આ પણ વાંચો-Bus Accident In Chhotaudepur: છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતી નદીમાં બસ ખાબકતા 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત
અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત
આ અકસ્માતમાં હિતેશ પ્રભુભાઈ સાબરિયા (ઉં. 19), નંદુબેન ઘનશ્યામભાઈ પરમાર (ઉં. 19), પુષ્પાબેન મનસુખભાઈ વાણિયા (ઉં. 18)ના મોત થયા હતા. આ તમામ મૃતકો જીવા ગામના હતા. ખાનગી કંપનીમાં કામ કરતી આ મહિલાઓ કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યાં હતાં. તો બીજી તરફ પારુલબેન ઘનશ્યામભાઈ પરમારને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી હતી.