જિલ્લામાં શાળા કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજીક તત્વો સામે રક્ષણ મેળવવા વિધાર્થીનીઓ કોઈની પર નિર્ભય ન રહે તે માટે સુરેન્દ્રનગર ABVP દ્વારા વિધાર્થીઓને આત્મ રક્ષણ અંગે તાલીમ આપવામાં આવી હતી. ગુરૂવારે એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે મેગા ડેમોસ્ટ્રેશન યોજવામાં
આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં ABVP દ્વારા મેગા ડેમોસ્ટ્રેશન યોજાયું - surendranagar news
સુરેન્દ્રનગર: અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) દ્વારા અસામાજીક તત્વોને સામે આત્મરક્ષા માટે તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. જેમાં સુરેન્દ્રનગર શહેરની અલગ અલગ શાળાઓ તેમજ કોલેજની કુલ 1400 થી વધુ વિદ્યાર્થીનીઓને તાલીમ આપવામાં આવી હતી. ગુરૂવારે કોમર્સ કોલેજ ખાતે મેગા ડેમોસ્ટ્રેશન યોજાયું હતું.
sur
ABVPએ અશ્વિની ઝી શર્મા, માધવી શાહ, મનોહરસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમમાં એમ.પી. શાહ કોમર્સ કોલેજ, આર.પી.પી ગર્લ્સ સ્કુલ, મહિલા કોલેજ, પોલીટેકનીક કોલેજ સહિતની સંસ્થાઓની 1400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લાકડી, દુપટ્ટ પંચ તેમજ પોતાની પાસે જે હાજર વસ્તુ હોય તેના દ્વારા કેવી રીતે આત્મરક્ષા કરી શકાય તેની માહિતી મેળવી હતી.