ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબડી ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કાર્યક્રમ યોજાયો - aazadi ka amrit parva

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજાની ઉપસ્થિતિમાં લીંબડી સ્થિત મનદીપ પાર્ટી પ્લોટ ખાતે લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો.

લીંબડી
લીંબડી

By

Published : Mar 14, 2021, 11:04 AM IST

Updated : Mar 14, 2021, 3:34 PM IST

  • ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા સહિયારો પ્રયાસ કરીએ: આઇ.કે.જાડેજા
  • જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. હુડ્ડાએ સ્વાગત પ્રવચન કર્યુ
  • શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે લોકોને સહભાગી બનવા અનુરોધ કરાયો

સુરેન્દ્રનગર: લીંબડી ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર અધ્યક્ષ આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમએ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા સમગ્ર સમાજનો કાર્યક્રમ બને અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે સૌ સાથે મળીને ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ.

આ પણ વાંચો:વડોદરામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીનો પ્રારંભ કરાયો

ગાંધીમૂલ્યોને આગળ ધપાવવા કર્યુ કાર્યક્રમનું આયોજન

તેમણે સરદારસિંહ રાણાને યાદ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જાગે તે માટેના અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ગાંધી મૂલ્યો જન જનમાં દ્રઢ બને તે માટે ખાદી, સ્વચ્છતા અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સ્વીકાર કરીને આ સરકાર આગળ વધી રહી છે. સ્વચ્છતાને જનભાગીદારી સાથે જોડી સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત જેવા અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે તેની સાથો સાથ લોકોનો સ્વદેશી વસ્તુઓ તરફ ઝોક વધે તે માટે “વોકલ ફોર લોકલ” ને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.કાર્યવાહક અધ્યક્ષ એ આ ઉજવણી પ્રસંગે શેરી, ગામ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે લોકોને સહભાગી બની સાચા અર્થમાં ઉજવણીને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો:પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ

આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમના પ્રારંભમાં લીંબડી સ્થિત ગ્રીન ચોક ખાતેથી લીંબડી શહેર અને આસપાસના ગામના યુવાનોની બાઈક સ્વરૂપે રેલી યોજાઈ હતી. જેણે શહેરના માર્ગો ઉપર ફરી “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમનો સંદેશો જન જન સુધી પહોચાડયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. હુડ્ડાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ મેસવાણીયાએ આભારવિધી કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ દલવાડી, વર્ષાબેન દોશી, દશરથસિંહ રાણા, મુકેશભાઈ શેઠ અને રાજભા ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Last Updated : Mar 14, 2021, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details