જિલ્લામાં વ્યાજના ખપ્પરમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને જિલ્લા પોલીસ વડાએ ‘એક તક પોલીસ’ નામનો લોક દરબાર યોજવાનું આયોજન કર્યુ હતુ. જેમાં જિલ્લામાં છેલ્લા થોડા સમયથી લાયસન્સ વગર નાણાં ધીરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. તો વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો મુદ્દલ કરતા વધુ રકમનું વ્યાજ ચૂકવી દે તેમ છતાં બહાર આવતા નથી.
છેલ્લા થોડા દિવસોમાં જ વ્યાજખોરોના ત્રાસથી રતનપરના યુવાને પત્ની અને પુત્રી સાથે ફિનાઇલ પી લેવાનો અને અણીન્દ્રાના ઉદ્યોગકારે ગળે ફાંસો ખાઇ લેવાના બનાવો પણ બન્યા હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાએ સૌ પ્રથમવાર જિલ્લામાં વવ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકોને બહાર લાવવા લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં ડીએસપી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભાવન ખાતે સવારે 10:00 થી સાંજના 5:00 કલાક સુધી એક તક પોલીસને નામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.