ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરની કાળઝાળ ગરમીમાં કચ્છના નાના રણમાં પાણીની સુવિધાઓ પુરી પાડતું તંત્ર...

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે ઉનાળો પણ શરૂ થયો છે. જે ગરમીના માહોલમાં પશુ તેમજ પક્ષીઓને પાણી માટે વલખા મારવા પડતા હોય છે. જેને સરકારે ધ્યાને લેતા અવેડા ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કચ્છના નાના રણમાં પાણીની સુવિધાઓ પુરી પાડતું તંત્ર
કચ્છના નાના રણમાં પાણીની સુવિધાઓ પુરી પાડતું તંત્ર

By

Published : May 1, 2020, 3:46 PM IST

સુરેન્દ્રનગર : હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન છે, ત્યારે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે. આ ગરમીમાં પશુ, પક્ષી તેમજ પ્રાણીઓની શું દશા થતી હશે તેનુ આંકલન સરકારે કર્યુ હોય તેવુ લાગ્યુ છે.

કચ્છના નાના રણમાં પાણીની સુવિધાઓ પુરી પાડતું તંત્ર

કચ્છનુ નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 43થી 48ની આસપાસ હોય છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે પણ ઘૂડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલા અવેડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે.

ઘૂડખર અભ્યારણ

કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલા છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલા છે. આ વિસ્તારમાં આવેલા પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણીથી અવેડા ભરવામાં આવે છે.

પાણીનો અવેડો ભરતુ તંત્ર

ઉલ્લેખનિય છે કે હાલમાં કોરોના વાઇરસનો ચેપ પશુ, પ્રાણીઓને ન લાગે તે પણ ધ્યાન રાખવામાં આવે છે. તેમજ આ રણના વિસ્તારને પાંચ જિલ્લાની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે, ત્યારે રણની અંદર કોઈ પ્રવેશ ન કરે તે માટે આ રણની અંદર ફોરેસ્ટનો સ્ટાફ પણ ફરજ બજાવે છે. લોકડાઉનના કારણે હાલમાં પ્રવાસીઓ માટે પણ આ અભ્યારણ્ય બંધ છે.

પાણીનો અવેડો ભરતુ તંત્ર

ABOUT THE AUTHOR

...view details