ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા મૌન રેલી યોજાઈ - શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surendranagar
Surendranagar

By

Published : Sep 29, 2020, 9:20 AM IST

લીંબડીઃ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દિનેશ બાંભણિયાની અધ્યક્ષતામાં ગ્રીન ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા મૌન રેલી યોજાઈ

એલઆરડી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સહિતની માંગો પૂરી ન થતાં યુવાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવકો અને યુવતીઓ આ રેલીમાં જોડાયા હતાં. યુવાઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કેટલીક માગો કરવામાં આવી હતી. જે માંગો પુરી ન થતાં યુવાઓ રોષે ભરાયાં હતાં.

રોષે ભરાયેલા યુવાનોએ રેલી કાઢી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details