આ કાર્યક્રમ પ્રસંગે કાર્યવાહક અધ્યક્ષ આઇ. કે. જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વર્ષ 2003થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી શિક્ષણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહી છે. તેમજ રાજ્ય સરકાર ગુણોત્સવ દ્વારા શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે
શિક્ષકોને સઘન તાલીમ આપીને આવનારા દિવસોમાં ગુજરાતને સો ટકા સાક્ષર બનાવવાની નેમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે તેમ પણ ઉમેર્યુ હતુ. વધુમાં અધ્યક્ષએ નીતાબેન રાવલના શૈક્ષણિક પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષકમાં ગગનચુંબી ઇમારતોને આંબવાની શક્તિઓ રહેલી છે. શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકિયા જ્ઞાન પુરતો મર્યાદિત નથી. શિક્ષણ થકી જ સમાજ ગુણવાન અને ચારિત્ર્યવાન બને છે. આ તકે અધ્યક્ષશ્રીએ ગ્રામજનોને ગામમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ પણ કર્યો હતો.