ગુજરાત

gujarat

ETV Bharat / state

સાયલા ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઇ - The law of love jihad

સુરેન્દ્રનગરના સાયલા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઈ પ્રચારના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં.

સાયલા ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઇ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાયલા ખાતે જાહેર સભા

By

Published : Feb 27, 2021, 3:58 PM IST

  • ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે વિજય રૂપાણી સાયલા ઉપસ્થિત હતા
  • પાણીનો દુકાળ ભૂતકાળ બનાવવું છે ગુજરાતને પાણીદાર બનવાનું સપનુંઃ રૂપાણી
  • લવ જેહાદનો કાયદો બીજેપી સરકાર લાવશે

સુરેન્દ્રનગર :સાયલા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ વિપક્ષને લાયક નથી. લોકોએ કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો પણ મોકો નથી આપ્યો. ગુજરાત માંગે તે પહેલા કેન્દ્ર સરકાર આપે છે. ઝાલવાડ વાસીઓને અમદાવાદ, રાજકોટ 6 લેન હાઇવેની સુવિધા મળી છે.

બીજેપીની સરકાર ખેડૂત અને ગામડાઓની સરકાર

બીજેપીએ દરેક તાલુકામા વિકાસ કર્યો છે. બીજપીની સરકાર ખેડૂત અને ગામડાઓની સરકાર છે. બીજેપીએ વ્યાજના ખપરમાં ખેડૂતોનો ભારે તે માટે જિરો ટકા વ્યાજ કર્યું છે. દુકાળ, અતિવૃષ્ટિમાં સરકાર ખેડૂતો સાથે ઉભી રહેશે. ખેડૂતને દિવસે લાઇટ સૂર્યોદય યોજના હેઠળ આપવામા આવી છે. તમામ ગામડામાં દિવસે લાઇટ આપવામા આવશે. ગુજરાતના ખેડૂતના બાવડામાં તાકાત છે. પાણીનો દુકાળ ભૂતકાળ બનાવવું છે ગુજરાતને પાણીદાર બનવાનું છે. જળ સંચય યોજના દ્વારા 41 હાજર તળાવો ઉંડા કરવાનું કાર્ય કર્યું છે. ગામડાઓમાં ઇ-સેવા સેતુ યોજના અમલી કરવામા આવી છે.

સાયલા ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઇ

1 લાખ 42 હજાર લોકોને બીજેપી સરકારે નોકરી આપી

કોંગ્રેસનાં પાપે બેરોજગારી વધી હતી. 1લાખ 42 હજાર લોકોને બીજેપી સરકારે નોકરી આપી હતી. લવ જેહાદનો કાયદો બીજેપી સરકાર લાવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારને આહવાન કર્યુ હતું. સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્યો ધનજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી સહિતના હોદ્દેદારો અને આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details