ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો - Pandit Deendayal Townhall

સુરેન્દ્રનગર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. પંડિત દીનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાના ભાજપના તમામ વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો
સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો

By

Published : Mar 7, 2021, 3:17 PM IST

  • સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો
  • તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વિજેતા ઉમેદવારોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
  • મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 5 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

ભાજપ આગેવાન આઈ. કે. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો

જેમાં ભાજપના આગેવાનો, મહામંત્રીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાભરમાંથી મહિલા કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ આગેવાન આઈ. કે. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ, જગદિશ મકવાણા, ધારાસભ્ય ધનજી પટેલ, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, નિતીન ભારદ્વાજ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો

ABOUT THE AUTHOR

...view details