સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ થઈ હતી. સારવાર બાદ સ્વસ્થ થતાં દર્દીને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના થાનમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ - corona case in india
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ થઈ હતી. સારવાર બાદ સ્વસ્થ થતાં દર્દીને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
![સુરેન્દ્રનગરના થાનમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ સુરેન્દ્રનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6959259-thumbnail-3x2-hjjh.jpg)
સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. દર્દીને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ હોસ્પિટલ દ્વારા દર્દીને તેના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં નહીં આવતા દર્દી ચાલીને હોસ્પિટલથી જઈ રહ્યો હતો.
તે દરમિયાન જાગૃત નાગરિકને જાણ થતાં આ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ દર્દીને એમ્બ્યુલન્સ મારફતે થાન મોકલવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવ બાદ સ્થાનિક સરકારી હોસ્પિટલના RMOની અચાનક બદલી થતા મામલો ગરમાયો હતો. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા RMOની બદલી થઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી. પરંતુ આ મામલે ઈટીવીની ટીમે સાંસદ સાથે ટેલિફોનિક વાતચીત કરતા પોતે રજૂઆત ન કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તંત્ર સામે આડકતરી રીતે રોષ પણ દાખવ્યો હતો.