મોરબીમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદ એટીએસ પોલીસે હત્યા સહિતના બનાવમાં ઝડપી પાડી અમદાવાદ ખાતે સાબરમતી જેલ હવાલે કર્યો હતો. આરોપી હિતુભા ઝાલાને અમદાવાદ પોલીસ જાપ્તા સાથે મોરબી લઇ જવામાં આવી રહ્યો હતો.
ધ્રાંગધ્રામાં પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપીને લિફ્ટ આપનાર કાર ચાલકની ધરપકડ - crime news of surendranagar
સુરેન્દ્રનગર: હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદ એટીએસ પોલીસ મોરબી લઇ જઈ રહી હતી. તે દરમિયાન ધ્રાંગધ્રા હાઇવે પર હોટેલ પાસેથી આરોપી કારમાં નાસી છૂટ્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી નાકાબંધી કરી હતી. ગણતરીના કલાકોમાં આરોપીને ભગાડી જનાર ડ્રાઈવરને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ એક હોટલ પાસેથી આરોપી હિતુભા પોલીસ જાપ્તામાંથી ખાનગી ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટયો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર ડીએસપી મહેન્દ્ર બગડિયા સહીત ડીવાયએસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આરોપીને ઝડપી પાડવા હાઇવે સહીત જિલ્લામાં નાકાબંધી કરી હતી. જેમાં હોટલના સીસીટીવી ફુટેજની મદદથી આરોપીને કારમાં ભગાડી જનાર ડ્રાઈવર મોહિત મહેન્દ્રભાઈ જોશીને વઢવાણ પાસેથી ફોર્ચ્યુનર કાર સાથે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.