ગુજરાત

gujarat

ETV Bharat / state

પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતિય બાળકનું પરિવાર સાથે થશે પુનઃ મિલન

આજથી દસેક દિવસ પહેલા મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. જે બાળકને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યું, અને સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત કરવામાં આવ્યો.

By

Published : May 18, 2020, 10:37 AM IST

Surendranagar District Child Welfare Committee
સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિ

સુરેન્દ્રનગર : મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. આ વાતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશને થતા તેમના માર્ગદર્શન હેઠળ આ બાળકને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ કાર્યરત થઈ. કોરોનાની મહામારીની સાથે પરિવારથી વિખુટો પડી ગયેલો આ બાળક ગભરાયેલો હતો. તેને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યોએ હૂંફ અને સાંત્વના આપી, તેના પરિવારની વિગતો મેળવતા ખબર પડી કે, આ બાળકના પરિવારજનો તો છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના કોઈ નાના ગામમાં રહે છે. કોરોનાના કારણે તેમના પરિવારજનોથી તે વિખૂટો પડી ગયો અને પરિવારના લોકો તેમના વતન જતા રહ્યાં છે. જયારે તે એકલો અહીંયા રહી ગયો છે.

પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતિય બાળકનું પરિવાર સાથે થશે પુનઃ મિલન
આ સમગ્ર બાબતની જાણ થતા જિલ્લા કલેકટરએ આ બાળકને તેના પરિવાર સુધી પહોંચાડવા માટે જરૂરી સુચના આપી. જે મુજબ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી અજય મોટકાએ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિકારી સાથે વાત કરી. આ બાળકના પરિવારજનોની વિગતની સત્યતા તપાસી. બાળક દ્વારા તેના પરિવારજનોની આપવામાં આવેલ વાતને પ્રતાપગઢ જિલ્લાના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીએ યોગ્ય તપાસ કરી આપતા સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના જીજ્ઞાબેન પંડયા અને ડૉ. નિલેશ ત્રિવેદી દ્વારા આ બાળક તેના કુટુંબીજનોને સોપવા માટેના જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથો-સાથ લખતરના આર.એસ.સી. ઋતુરાજસિંહ જાદવ દ્વારા ડીઝીટલ ગુજરાતમાં ઓનલાઈન ગુજરાતથી રાજસ્થાન જવા માટેના પાસની કાર્યવાહી પણ ઝડપથી પૂર્ણ કરાઈ.જૂવેનાઈન જસ્ટીસ એકટ અન્વયે કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોની તકેદારી માટે કાર્ય કરતા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ દ્વારા આ એકટના નિયમો હેઠળ બાળકને રાજસ્થાન સ્થિત તેના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. જેના પરિણામે આ બાળકને તા.16 મી મેના રોજ બાળ સુરક્ષા એકમની ટીમ ખાનગી વાહનથી એસ્કોટ સાથે તેના પરિવારને સોંપવા પ્રતાપગઢ જવા રવાના કરવામાં આવી હતી.પરપ્રાંતિય આ બાળકનું તેના પરિવાર સાથે પુનઃમિલન થાય તે માટે જિલ્લા કલેકટર કે. રાજેશ, સમાજ સુરક્ષા અધિકાર જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જીજ્ઞાબેન પંડયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ બાળકને વિદાય આપી હતી.

ABOUT THE AUTHOR

...view details