ધ્રાંગ્રધામાં રહેતા હેમંતભાઈ દવે છેલ્લા કેટલાક વર્ષોથી વન્ય જીવ જંતુ જેવા કે સાપ, કાળોતરો, ખળચિતળો અને અજગર જેવા બિનઝેરી જીવજંતુને પકડી અને તેને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે. હેમંતભાઈ વન્ય જીવ જંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યાં છે.
સુરેન્દ્રનગરના વન્યજીવ પ્રેમીની જુઓ અનોખી સેવા - વન્યજીવ પ્રેમી
સુરેન્દ્રનગરઃ મંગળવારે નાગપાંચમ હતી. સામાન્ય રીતે લોકો સાપને અચાનક જોઈને ડરી જાય છે, ગભરાઈ જાય છે, ત્યારે પાંચમના દિવસે લોકો નાગ દેવતાનું પૂજન કરતાં હોય છે અને તેમની વિવિધ રીતે પૂજા-અર્ચના કરતા હોય છે. પરંતુ, સુરેન્દ્રનગરના હેમંતભાઈ દવેની જીવ-જંતુ પ્રત્યેની લાગણી અને ભાવ વિશેષ છે. વાંચો સંપૂર્ણ અહેવાલ...
man
ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કાળોતરો, ખળચિતળો જેવા અન્ય પ્રકારના જીવ જંતુ નીકળતા હોય છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. જેથી આ પ્રકારના જીવનો બચાવવા જરૂરી છે. જે માટે હેમંતભાઈ પણ ઘુડઘર અભ્યારણના અધિકારીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા શહેર કે આજુબાજુના ગામડામાં પણ જઈને આ કાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેઓએ 6000થી વધુ રેસ્ક્યુ કર્યા છે.