મોરબી: હળવદ તાલુકાના દીધડીયા ગામે મોડી સાંજે ટ્રાન્સફોર્મર પાસે રમી રહેલા 11 વર્ષના બાળકનું ટ્રાન્સફોર્મરમાં ઓચિંતો ધડાકો થતા હૃદય બેસી ગયું હતું અને બાકનું મોત થયું હતું.
હળવદના દીધડીયા ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા બાળકનું મોત - હળવદના સમાચાર
હળવદ તાલુકાના દીધડીયા ગામે મોડી સાંજે ટ્રાન્સફોર્મર પાસે રમી રહેલા 11 વર્ષના બાળકનું ટ્રાન્સફોર્મરમાં ઓચિંતો ધડાકો થતા હૃદય બેસી ગયું હતું અને બાકનું મોત થયું હતું.
બાળકનું મોત
હળવદ તાલુકાના દીધડીયા ગામે રહેતા જીવણભાઈ મોરવાડિયાનો 11 વર્ષનો દીકરો નવઘણ ગામમાં આવેલા ટ્રાન્સફોર્મર નજીક રમી રહ્યો હતો તે વેળાએ ટ્રાન્સફોર્મરમાં ઓચિંતો ધડાકો થતા તેના અવાજને લીધે આ બાળકનું હૃદય બેસી ગયું હતું અને તેનું મોત થયું હતું.
ઉપરાંત નવઘણને અગાઉ હૃદયનું ઓપરેશન કરાવેલું હતું જેથી ધડાકાભેર અવાજને તેનું હૃદય સહન કરી શક્યું નહીં.