સુરેન્દ્રનગર શહેરના આનંદભુવન ખાતે 15 ડિસેમ્બરના રોજ બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે દિકરી વ્હાલનો દરીયો લોક ડાયરો યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા આયોજીત આ લોકડાયરામાં મુખ્ય મહેમાન તરીકે રાજયના મહામહીમ રાજયપાલ હાજરી આપશે. જિલ્લાની 3 બેઠકો પર ચૂંટાયેલ કોંગી ધારાસભ્યોએ આ લોકડાયરા પાછળ થનાર ખર્ચનો જિલ્લાના બિસમાર નારી કેન્દ્ર પાછળ ઉપયોગ કરવા રાજયપાલને લેખીત રજૂઆત કરી છે.
રાજયપાલ આચાર્ય ડો. દેવવ્રતને દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા અને લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલે કરેલી લેખીત રજૂઆતમાં જણાવાયા મુજબ આ લોકડાયરા પાછળ આયોજકો દ્વારા મોટો ખર્ચ થશે, ત્યારે લોકડાયરા પાછળ નાણા વેડફવાના બદલે તેનો તમામ ખર્ચ જિલ્લાના બિસમાર નારી કેન્દ્ર પાછળ કરાય તે યોગ્ય રહેશે.
સુરેન્દ્રનગરમાં બેટી બચાવો લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરાશે
સુરેન્દ્રનગર: શહેરમાં યોજાનાર બેટી બચાવો લોક ડાયરાના ખર્ચ જિલ્લાની 3 બેઠકો પર ચૂંટાયેલ કોંગી ધારાસભ્યોએ આ લોકડાયરા પાછળ થનાર ખર્ચનો જિલ્લાના બિસમાર નારી કેન્દ્ર પાછળ ઉપયોગ કરવા રાજયપાલને લેખિત રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગરમાં બેટી બચાવો લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે
ઉલ્લેખનીય છે કે, વઢવાણ શહેરમાં મૂળચંદ રોડ GIDC વિસ્તારમાં 19-7-1997ના રોજ નારી સંરક્ષણ ગૃહ ચાલુ કરવામાં આવ્યું હતું. જે 2001માં ભૂકંપને કારણે ધ્વસ્ત થયું હતું.