આ અંગે અસહ્ય તાપ અને નલકાંઠા વિસ્તારમાં આખો દિવસ અંદાજે 14 કલાક સુધી 44 કિલોમીટર ચાલ્યા બાદ પાણી નહીં મળતા ઘેટાના મૃત્યુ થયા હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. જ્યારે ડોક્ટરની પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ ન્યુમોનિયા હોવાનું જાણવા મળ્યું છે.
માલધારી પર આફ ફાટ્યું, પાણી પીધા બાદ 80 ઘેટાના મોત
સુરેન્દ્રનગર: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર વજપાસર અને આંબલીયાળા ગામના અગિયાર માલધારી પરિવારો 2000થી વધારે ઘેટા અને બકરા સાથે બગોદરા નળ સરોવરથી 45 ડિગ્રી ગરમીમાં 44 કિલોમીટર ચાલી લીમડીના રાણાગઢ ગામે પહોંચ્યા હતા. ત્યાં પાણી પીધા બાદ 80 જેટલા ઘેટા મૃત્યુ પામ્યા અને 50 જેટલા ઘેટાની હાલત ગંભીર થતાં માલધારી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
કચ્છના માલધારી પરિવારો તારાપુર તાલુકામાં રહેતા હતા પણ ચોમાસું નજીક આવતા તેઓ ત્યાંથી કચ્છ તરફ પાછા ફરી રહ્યા હતા. વટામણ, અરણેજ બગોદરા વિસ્તારમાં પડાવ નાખ્યો હતો. પરંતુ અસહ્ય તડકામાં નળસરોવર વિસ્તારમાં ક્યાંય પાણી મળ્યું નહોતું. આખો દિવસ 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં ચાલ્યા બાદ મોડી રાત્રે રાણાગઢ આવીને ઘેટાંઓઓએ પાણી પીધું હતું. સવારે એક પછી એક 80 ઘેટના મોત નિપજયા હતા. આ બનાવ બાદ પશુચિકિત્સક ટીમે રાણાગઢ પહોંચી સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન 4 ઘેટાના મોત થયા હતા. જ્યારે 50 ઘેટાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.